જામનગર ખાતે JMA ના ઉપક્રમે તા.28 ઓકટોબરના મ્યું. ફંડ ડીસ્ટ્રિબ્યુટરની AUM સાઈઝ કેમ વધારવી, સેબી ના rules and regulationને રેગ્યુલર કેમ અમલ માં મુકવા જેવી વિવિધ બાબતો વિષે નો સેમિનાર હોટેલ આરામ ખાતે યોજાયો હતો. જેમાં જામનગર, રાજકોટ અને પોરબંદર થી 75 જેટલા મ્યુચુઅલ ફંડ ડિસ્ટ્રીબ્યુટર હાજર રહ્યા હતા. જેમાં સ્પીકર તરીકે મુંબઈના રૂપા વેંકટક્રિષ્નન એ અમુલ્ય માર્ગ દર્શન આપ્યું હતું. રૂપા વેંકટક્રિષ્નન અંદાજે 1500 કરોડનું AUM મેનેજ કરે છે અને તેઓ FIFA (ફેડરેશન ઓફ IFA)ના સેક્રેટેરી છે.
આ પ્રસંગે JMA ના પ્રેસિડન્ટ અપૂર્વ રાઠી, અતિન શેઠ, હિરેન નંદા, નીરવ ઓઝા, જ્યોતિરાજા સોઢા, રાજકોટ થી SKIFAA ના પ્રેસિડન્ટ ચેતનભાઈ નંદાણી, પોરબંદર થી SKIFAA ના સેક્રેટરી જયેશભાઇ પતાની વગેરે હાજર રહ્યા હતાં.