Sunday, January 12, 2025
Homeરાષ્ટ્રીયકર્તવ્યપથ પરથી આત્મનિર્ભર સશક્ત ભારતની દહાડ

કર્તવ્યપથ પરથી આત્મનિર્ભર સશક્ત ભારતની દહાડ

કર્તવ્યપથથી ભૂચરમોરીના મેદાન સુધી જોવા મળ્યો પ્રજાસત્તાક ભારતનો વૈભવ : દિલ્હીના કર્તવ્યપથ પર જોવા મળી ભારતની યુધ્ધશક્તિ : ઇજિપ્તના રાષ્ટ્રપતિ બન્યા મુખ્ય મહેમાન : બોટાદમાં રાજ્યકક્ષાની ઉજવણીમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ રાષ્ટ્રધ્વજને આપી સલામી : ધ્રોલમાં જિલ્લાકક્ષાની ઉજવણીમાં મુળુભાઇ બેરાએ ફરકાવ્યો રાષ્ટ્રધ્વજ

- Advertisement -

રાજધાની દિલ્હીમાં રાજપથમાંથી કર્તવ્યપથ બનેલા માર્ગ પર પ્રથમ વખત જ યોજાયેલી પ્રજાસત્તાક પરેડમાં આત્મનિર્ભર અને સશક્ત ભારતની દહાડ દુનિયાએ સાંભળી હતી. પ્રથમ વખત જ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરેડની સલામી ઝિલી હતી. પ્રજાસત્તાક પરેડ દરમિયાન ભારતની સૈન્ય તાકાતનો ઝલવો પણ જોવા મળ્યો હતો. તો વિવિધ રાજ્યોના ફલોટસ મારફત ભારતની વિવિધતાસભર સંસ્કૃત્તિના દર્શન પણ થયા હતાં. સૈન્ય શક્તિ ઉપરાંત મહિલા શક્તિનું પ્રદર્શન પણ જોવા મળ્યું હતું.

- Advertisement -

ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ શીશી 74માં ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. ગણતંત્ર પરેડ દરમિયાન આકાશ ભારતીય વાયુસેનાની પ્રચંડ ગર્જનાથી ગુંજી ઉઠયું હતું. રાફેલ અને સુખોઇ સહિતના 52 વિમાનોની ટુકડીઓએ આકાશમાં દિલધડક ફલાયમાર્ચ કર્યું હતું. જ્યારે કર્તવ્યપથ પર આકાશ મિસાઇલ, અર્જુન અને પ્રચંડ ટેન્ક ભારતની યુધ્ધ શક્તિનો પરિચય કરાવ્યો હતો. આ અગાઉ પ્રધાનમંત્રી મોદીએ વોર મેમોરિયલ પહોંચીને શહિદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ ટ્યૂટ મારફત દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી. પરેડ દરમિયાન જુદા જુદા રાજ્યો અને મંત્રાલયોની કુલ 23 ઝાંખીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતની ગ્રિન અને ક્લિન એનર્જી આધારિત ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની હતી. જ્યારે સુરક્ષાદળોની ટુકડીઓએ દિલધડક સ્ટંટ રજૂ કર્યા હતાં.

બીજીતરફ ભાવનગરના બોટાદમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યપાલ દેવવ્રત આચાર્યએ રાષ્ટ્રધ્વજ ફરમાવીને સલામી આપી હતી. આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યના નાગરિકોને 74મા પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા પાઠવી એક ભારત, શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સંકલ્પબધ્ધ થવા હાંકલ કરી હતી. બોટાદમાં યોજાયેલા પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમમાં રાજ્યના પોલીસદળની ટુકડીઓની ભવ્ય પરેડ પણ યોજાઇ હતી. જેમાં ગુજરાત પોલીસની સ્વાનદળ તથા અશ્ર્વદળ પણ સામેલ થયા હતાં. આ ઉપરાંત એનસીસી કેડેટ્સ, હોમગાર્ડઝ, પોલીસ બેન્ડની ટુકડીઓએ પણ પરેડમાં સામેલ થઇને ગુજરાતની શિસ્તબધ્ધતાનો પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મુખ્ય સચિવ પંકજકુમાર સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
4અનુ. પાના નં. 6 ઉપર

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular