જામનગર જીલ્લા ના કાલાવડ તાલુકા કક્ષાએ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં આવેલ વિવેકાનંદ વિધાલય ખાતે વિજ્ઞાન મેળો યોજાયો હતો .
જેમાં વિભાગ 3માં વિ. ડિ.ગાર્ડી હાઈસ્કૂલ કાલાવડ તાલુકાના નાની ભગેડી શાળાના ધોરણ 9 ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. અને તે વિભાગમાં શાળાના વિદ્યાર્થીઓએ ત્રીજો નંબર મેળવ્યો હતો. કૃતિ તૈયાર કરવા શાળાના આચાર્ય આર.બી. કોડિયતાર અને ડી.બી. પાતરે જહેમત ઊઠાવી હતી