Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરકાલાવડના મુળિલા ગામે પુલ તૂટતા સ્કૂલ બસ ફસાઇ - VIDEO

કાલાવડના મુળિલા ગામે પુલ તૂટતા સ્કૂલ બસ ફસાઇ – VIDEO

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મુળિલા ગામે આવેલ સ્થાનિક પુલ તૂટતાં સ્કૂલ બસ અટવાઇ હતી. ગ્રામજનો દોડી જઇ બસમાંથી બાળકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

કાલાવડ શહેર તથા તાલુકામાં ગઇકાલથી સતત વરસાદ પડી રહ્યો છે. તેવામાં મુળિલા ગામની નદીમાં પૂર આવતાં મુળિલાથી નપાણીયા ખિજડીયાનો પુલ તૂટી પડતાં અનેક ગામનો સંપર્ક તૂટયો હતો. આ ઘટનાની જાણ થતાં ગામના સરપંચ સહિતના લોકો દોડી ગયા હતાં અને પુલ તૂટતા અહીંથી પસાર થતી સ્કૂલ બસને સામે છેડે રોકી લઇ બસમાંથી બાળકોનું રેસ્ક્યૂ કરી બાળકોને સલામત ખસેડી લીધા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular