Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતકાલથી ઉનાળો કાળઝાળ

કાલથી ઉનાળો કાળઝાળ

- Advertisement -

ગત સપ્તાહનાં અંતમાં ભેજવાળા દરીયાઈ પવનોનાં કારણે રાજકોટ સહિત રાજયમાં ગરમીમાં થોડી રાહત રહી હતી. જો કે ફરી આવતીકાલથી કાળઝાળ ગરમીનો રાઉન્ડ શરૂ થનાર છે અને ઠેર-ઠેર 2થી3 ડીગ્રી તાપમાન ઉંચકાવા સાથે હિટવેવ અંતર્ગત 41થી43 ડીગ્રી સુધી મહતમ તાપમાન મોટાભાગના સ્થળોએ નોંધાશે તેમ રાજય હવામાન વિભાગનાં ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું.

- Advertisement -

વધુમાં તેઓએ જણાવેલ હતું કે, ખાસ કરીને અમદાવાદ, વડોદરા, પાટણ, મહેસાણા, ડાંગ તથા સૌરાષ્ટ્રમાં રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર અને કચ્છમાં 42થી43 ડીગ્રી સુધી તાપમાન નોંધાશે. દરમ્યાન ગઈકાલે પણ રાજકોટ સહિત રાજયનાં એક ડઝન સ્થળોએ 39થી41 ડીગ્રી વચ્ચે મહતમ તાપમાન નોંધાવા સાથે આકરી ગરમી અનુભવાઈ હતી.

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર બપોરનાં સમયે ફરી ઉતર-પુર્વનાં પવનો ફુંકાવા લાગતા ગરમી વધવા લાગી છે. દરમ્યાન ગઈકાલે અમદાવાદ ખાતે 39.8 ડીગ્રી, અમરેલીમાં 41 ડીગ્રી, વડોદરામાં 38.8, ભુજમાં 40.3, છોટા ઉદેપુરમાં 39.1 અને ડિસામાં 39.6 ડીગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. જયારે, જુનાગઢ પણ અમરેલીની જેમ ગરમા ગરમ રહ્યું હતું અને ગઈકાલે 41 ડીગ્રી સાથે કાળઝાળ ગરમીનો અનુભવ થયો હતો. આ ઉપરાંત રાજકોટ ખાતે પણ ગઈકાલે 40.5 ડીગ્રી તાપમાન સાથે આકરી ગરમી અનુભવાઈ હતી. તેમજ પંચમહાલમાં 38.8, પાટણમાં 41.1 ડીગ્રી મહતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આજે સવારે પણ રાજકોટ સહિત અનેક સ્થળોએ 60થી87 ટકા જેટલો વધુ ભેજ હવામાં રહેતા અનેક સ્થળોએ સવારે ભેજવાળા વાતાવરણ વચ્ચે સામાન્ય ઠંડક અનુભવાઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular