- Advertisement -
ખંભાળિયા પંથકમાં ગતરાત્રે પોલીસ દ્વારા જુગારના ધમધમતા અખાડા પર દરોડો પાડી, ગંજીપત્તા વડે જુગારની મોજ માણી રહેલા છ શખ્સોને ઝડપી લઈ, કુલ રૂપિયા 1.35 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ખંભાળિયા તાલુકાના કુબેર વિસોત્રી ગામે રમેશસિંહ ગજુભા જાડેજા નામના એક શખ્સના કબજા ભોગવટાની વાડીમાં આવેલા મકાનમાં બહારથી માણસો બોલાવીને જુગારનો અખાડો ચલાવાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે ગતરાત્રીના કરવામાં આવેલી દરોડાની કાર્યવાહી અંતર્ગત આ સ્થળેથી પોલીસે જુગાર રમી રહેલા રમેશસિંહ ગજુભા જાડેજા, કેતન જાદવજીભાઈ વાઘેલા, ધીરજભાઈ કાંતિભાઈ લાલ, યુવરાજસિંહ પ્રાગજીભા જાડેજા, અલ્લારખા ઈસ્માઈલ સરવદી અને પબા સવાભાઈ ભાટુ નામના છ શખ્સોને ઝડપી લીધા હતા.
પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે કુલ રૂપિયા 41,290 રોકડા તથા રૂપિયા 19 હજારની કિંમતના છ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા 75 હજારની કિંમતના ચાર મોટરસાયકલ મળી, કુલ રૂપિયા 1,35,290 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે જુગારધારાની કલમ મુજબ ધોરણસર ગુનો નોંધી, આગળની કાર્યવાહી સલાયા મરીન પોલીસ મથકમાં સોંપવામાં આવી છે.
- Advertisement -