Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં પોણા ઇંચથી બે ઇંચ સુધી વરસાદ

જામનગર જિલ્લામાં પોણા ઇંચથી બે ઇંચ સુધી વરસાદ

લતીપુરમાં બે ઇંચ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદથી ખેડૂતોમાં ખુશી

- Advertisement -

જામનગર શહેર જિલ્લામાં ગણેશ મહોત્સવના આગમનની સાથે વરસાદનું પણ આગમન થયું છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ભાદરવા માસના પ્રારંભ સાથે મેઘરાજાનું પુન: આગમન છેલ્લા 24 કલાક દરમ્યાન પોણા ઇંચથી બે ઇંચ સુધી પાણી વરસ્યું છે. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. કાલાવડ પંથકમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

- Advertisement -

જામનગર શહેર જિલ્લામાં શ્રાવણ મહંદઅંશે કોરો ધાકડ થયા બાદ ભાદરવા માસના પ્રારંભ સાથે મેઘરાજાની ફરી એન્ટ્રી થઇ છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા વચ્ચે વરસાદ વરસ્યો હતો. હવામાન ખાતાની આગાહી અનુસાર જામનગર શહેર જિલ્લામાં વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન કાલાવડ તાલુકામાં બે ઇંચ, ધ્રોલ અને જામજોધપુરમાં 1-1 ઇંચ, લાલપુર અને જામનગરમાં સવા ઇંચ તથા જોડિયામાં પોણો ઇંચ પાણી વરસ્યું હતું.આજે ભાદરવા સુદ-4 ગ ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે ગણપતિ બાપાના આગમન સાથે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જામનગર તથા લાલપુર પંથકમાં આજે સવારે વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા. જામનગર શહેર તથા તાલુકા પંથકોની સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું. છેલ્લા 24 કલાકમાં જામનગર તાલુકાના જામવંથલી અને મોટી ભલસાણ દોઢ ઇંચ, વસઇ, લાખાબાવળ, દરેડ, મોટીબાણુંગાર અને ફલ્લામાં 1-1 ઇંચ તથા અલિયાબાડામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. જોડિયા તાલુકાના પીઠડમાં બે ઇંચ, બાલંભામાં 1 ઇંચ, હડિયાણામાં પોણો ઇંચ, ધ્રોલ તાલુકાના લતીપુરમાં અઢી ઇંચ, લૈયારામાં 13 મીમી, જાલિયાદેવાણીમાં 8 મીમી, કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજામાં 1 ઇંચ, નવાગામમાં સવા ઇંચ, નિકાવામાં પ મીમી, ખરેડીમાં 4 મીમી, મોટાવડાળામાં 10 મીમી, મોટા પાંચ દેવડામાં 7 મીમી, જામજોધપુર તાલુકાના સમાણા અને શેઠવડાળામાં દોઢ ઇંચ, જામવાડી અને વાસજાળિયામાં સવા ઇંચ, ધુનડા, ધ્રાફામાં 1-1 ઇંચ, લાલપુર તાલુકાના હરિપરમાં સવા ઇંચ, પીપરટોડામાં 1 જામનગર શહેર જિલ્લામાં ગણેશ મહોત્સવના આગમનની સાથે વરસાદનું પણ આગમન થયું છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. ભાદરવા માસના પ્રારંભ સાથે મેઘરાજાનું પુન: આગમન છેલ્લા 24 કલાક દરમ્યાન પોણા ઇંચથી બે ઇંચ સુધી પાણી વરસ્યું છે. ગ્રામ્ય પંથકમાં પણ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. કાલાવડ પંથકમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જામનગર શહેર જિલ્લામાં શ્રાવણ મહંદઅંશે કોરો ધાકડ થયા બાદ ભાદરવા માસના પ્રારંભ સાથે મેઘરાજાની ફરી એન્ટ્રી થઇ છે. છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટા વચ્ચે વરસાદ વરસ્યો હતો. હવામાન ખાતાની આગાહી અનુસાર જામનગર શહેર જિલ્લામાં વરસાદ જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમ્યાન કાલાવડ તાલુકામાં બે ઇંચ, ધ્રોલ અને જામજોધપુરમાં 1-1 ઇંચ, લાલપુર અને જામનગરમાં સવા ઇંચ તથા જોડિયામાં પોણો ઇંચ પાણી વરસ્યું હતું.આજે ભાદરવા સુદ-4 ગ ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે ગણપતિ બાપાના આગમન સાથે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જામનગર તથા લાલપુર પંથકમાં આજે સવારે વરસાદી ઝાપટાં જોવા મળ્યા હતા.

જામનગર શહેર તથા તાલુકા પંથકોની સાથે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાનું આગમન થયું હતું. છેલ્લા 24 કલાકમાં જામનગર તાલુકાના જામવંથલી અને મોટી ભલસાણ દોઢ ઇંચ, વસઇ, લાખાબાવળ, દરેડ, મોટીબાણુંગાર અને ફલ્લામાં 1-1 ઇંચ તથા અલિયાબાડામાં પોણો ઇંચ વરસાદ નોંધાયો હતો. જોડિયા તાલુકાના પીઠડમાં બે ઇંચ, બાલંભામાં 1 ઇંચ, હડિયાણામાં પોણો ઇંચ, ધ્રોલ તાલુકાના લતીપુરમાં અઢી ઇંચ, લૈયારામાં 13 મીમી, જાલિયાદેવાણીમાં 8 મીમી, કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજામાં 1 ઇંચ, નવાગામમાં સવા ઇંચ, નિકાવામાં પ મીમી, ખરેડીમાં 4 મીમી, મોટાવડાળામાં 10 મીમી, મોટા પાંચ દેવડામાં 7 મીમી, જામજોધપુર તાલુકાના સમાણા અને શેઠવડાળામાં દોઢ ઇંચ, જામવાડી અને વાસજાળિયામાં સવા ઇંચ, ધુનડા, ધ્રાફામાં 1-1 ઇંચ, પડાણા અને ભણગોરમાં 10-10 મીમી, મોટાખડબામાં 16 મીમી તથા મોડપરમાં 15 મીમી વરસાદ નોંધાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular