જામનગર શહેરમાં બેડેશ્વર વિસ્તારમાંથી એલસીબી પોલીસે દારૂ અને બીયરના 523 ટીન સહિત કુલ રૂા.92000 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. રેઈડ દરમિયાન આરોપીઓ નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના બેડેશ્વર ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં જયંત મીલની બાજુમાં એક શખ્સે તેના મકાનમાં દારૂનો જથ્થો વેંચાણ અર્થે રાખ્યો હોવાની બાતમીના આધારે જામનગર એલસીબી પોલીસે રેઈડ દરમિયાન વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બીયરના 523 નંગ ટીન સહિત કુલ રૂા.92,500 ની કિંમતનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. રેઈડ દરમિયાન આરોપી સાજીદ ઈબ્રાહિમ સુરાણી તથા નીજામ ઉર્ફે બળો રસીદ ચંગડા નામના બે શખ્સો હાજર ન મળી આવતા બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.