જામનગરના બેડેશ્ર્વર વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન દારૂની 16 બોટલો સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ધરારનગર વિસ્તારમાંથી પસાર થતા શખસને પોલીસે દારૂની 14 બોટલ સાથે ઝડપી લીધો હતો. જામનગરના વાલ્કેશ્વરીનગરીમાં દારૂની બોટલ લઇને જતાં શખ્સની પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના બેડેશ્ર્વર વિસ્તારમાં ખોડમીલના ઢાળિયા નજીક રહેતા હિતેન્દ્રસિંહ ઉર્ફે હિતુભા અજીતસિંહ જાડેજા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.8000 ની કિંમતની 16 બોટલો દારૂ મળી આવતા પોલીસે શખ્સની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. બીજો દરોડો, જામનગર શહેરના ધરારનગર 2 વિસ્તારમાં એમી.પી. શાહ ઉદ્યોગ આવાસ પાછળથી પોલીસે જયેન્દ્રસિંહ ઉર્ફે ભીખુ ઘેલુભા જાડેજા નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.7000 ની કિંમતની 14 બોટલ દારૂ મળી આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં વાલ્કેશ્ર્વરીનગરી વિસ્તારમાંથી પસાર થતા હિતેશ લખમણ ગાગીયા નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની એક બોટલ મળી આવતા આગળની તપાસ હાથ ધરી હતી.