જામનગર શહેરના દિ.પ્લોટ 49 વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન તળિયામાં સંતાડેલી રૂા.40500 ની કિંમતની 81 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. જામજોધપુરમાં રહેણાંક મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન આઠ બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના 49 દિ.પ્લોટ વિસ્તારમાં રહેતાં કલ્પેશ ઉર્ફે ભીખો માત્રે પરશોતમ ગોરીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા તળિયામાં સંતાડેલી રૂા.40,500 ની કિંમતની 81 બોટલ દારૂ મળી આવતા પોલીસે દારૂ કબ્જે કરી કલ્પેશની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. બીજો દરોડો, જામજોધપુરમાં ક્રિષ્ના પાર્ક વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતાં પ્રફુલ્લ ઉર્ફે ડકુ પરશોતમ સિતાપરા નામના શખ્સના મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.7000 ની કિંમતની આઠ બોટલ દારૂ મળી આવતા પ્રફુલ્લની અટકાયત કરી દારૂ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં દારૂના જથ્થામા વિજય ગોપાલ ધુલેશિયા નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.