જામનગર શહેરમાં આવેલ આશિર્વાદ સોસાયટીમાં રહેતા શખ્સના મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા બે બોટલ દારૂ મળી આવતા શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી આશિર્વાદ દીપ 04 સોસાયટીમાં આવેલા 127(એ) નંબરના મકાનમાં રહેતા અશ્ર્વિન મનસુખ વેગડા નામના શખ્સના ઘરે દારૂનો જથ્થો હોવાની મળેલી બાતમીના આધારે સીટી એ પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.1000 ની કિંમતની બે બોટલો મળી આવતા પોલીસે આ દારૂનો જથ્થો કબ્જે કરી અશ્ર્વિનની પૂછપરછ હાથ ધરી હતી. આ દારૂનો જથ્થો કોણે સપ્લાય કર્યો? તે અંગેની વિગતો મેળવવા કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગર શહેરમાં મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
સીટી એ પોલીસ સ્ટાફ દ્વારા દરોડો: રૂા.1000 ની કિંમતની બે બોટલો કબ્જે : વધુ પૂછપરછ