જામનગર શહેરના ગુલાબનગર ચેકપોસ્ટ પાસેથી પસાર થતા કારસવારને આંતરીને તલાસી લેતા કારમાંથી રૂા.25 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 50 બોટલ મળી આવતા પોલીસે રૂા.3.75 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ગુલાબનગર ચેક પોસ્ટ પાસેથી પસાર થતી જીજે-03-એચએ-2871 નંબરની કારને પીએસઆઈ વાય.બી. રાણા તથા સ્ટાફે આંતરીને તલાસી લેતા કારમાંથી રૂા.25 હજારની કિંમતની ઈંગ્લીશ દારૂની 50 બોટલ મળી આવતા પોલીસે 3.50 લાખની કાર મળી કુલ રૂા.3.75 લાખનો મુદ્દામાલ કબ્જે કરી યુવરાજસિંહ રણજીતસિંહ જાડેજા અને રાજેન્દ્રસિંહ જયરાજસિંહ જાડેજા નામના બે શખ્સોને ઝડપી લઇ વધુ પૂછપરછ હાથ ધરી હતી.