ભાણવડ નજીક ચાર પાટીયા પાસેથી પોલીસે 270 લીટર દારૂ ભરેલા કોથળા રીક્ષામાંથી ઝડપી લઇ કુલ રૂા.1,30,400 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ભાણવડ નજીકના ચાર પાટિયા પાસેથી રાત્રિના સવા વાગ્યાના સમયે પસાર થતાં જી.જે. 07 એ.ટી. 4995 નંબરના એક રીક્ષાને પોલીસે અટકાવતા રીક્ષાનો ચાલક પોલીસને જોઈને અંધારામાં નાસી છૂટ્યો હતો.
આ રીક્ષાનું ચેકિંગ કરતા તેમાંથી 270 લીટર દારૂ ભરેલા કોથળા મળી આવ્યા હતા. આથી પોલીસે રૂપિયા 5,400 ની કિંમતના દારૂ, રૂપિયા 1.20 લાખની કિંમતના રીક્ષા તેમજ રૂ. 5,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 1,30,400 નો મુદ્દામાલ કરજે કરી, રીક્ષા ચાલક સામે પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી છે.