જામનગરમાં બ્રાસ કંપોનેન્ટ નું મેન્યુફેક્ચરિંગ કરતી ભારત પ્રિસીઝન ઇન્ડસ્ટ્રીઝ કંપનીને વર્ષ ૨૦૦૩થી ૨૦૨૨ સુધીમાં કંપનીને વધુમાં વધુ ટર્ન ઓવર થતા કંપની દ્વારા કર્મચારીઓને ગિફ્ટ સ્વરૂપે બે કાર અને પાંચ સ્કૂટર આપવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૦૩ થી કાર્યરત ભારત પ્રિસીઝન ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આશીર્વાદ રિસોર્ટ કલબ ખાતે એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કર્મચારી સિદ્ધાર્થ ગુપ્તા અને સુનિલ પટેલને સ્વીફ્ટ કાર ગિફ્ટમાં આપવામાં આવી હતી. તો કર્મચારી કૌશિક હરસોડા, દેવશી ભેંસદડીયા, કારુંભાઈ ભટ્ટ, ઉમેશ સોનેરી અને દિપાલી ગોસ્વામી ને એક્ટિવા સ્કૂટર ગિફ્ટ માં આપી અનોખી રીતે સન્માનિત કરાયા હતા. કંપની ના મુખ્ય કેડર ના કર્મચારીઓને આ ગિફ્ટ સ્વરૂપે ભેટ આપી સન્માનિત કરાયા હતા. જ્યારે કંપનીમાં 176 કર્મચારીઓ છે, અને તેમાંથી 2 કર્મચારીઓને મારુતિ સુઝુકી ની સ્વીફ્ટ કાર અને 5 કર્મચારીઓને હોન્ડા એક્ટિવા આપવામાં આવી હતી. કંપનીના ઓનર કે.કે.પટેલ, રાજ પટેલ અને મગનભાઈ પટેલ વર્ષ 1990 માં બ્રાસ ક્ષેત્રે જોડાયા હતા. જે વર્ષ 2003માં ભારત પ્રિસીઝન ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત કરી હતી. અને કર્મચારીઓની મહેનત થી આ કંપની દિવસ, માસ કે વર્ષ માં નફામાં જ ચાલતી હોવાથી કંપનીના માલિકો દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહન અને જોમ-જુસ્સો વધારવા માટે એવોર્ડ કાર્યક્રમ યોજ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિવાળી જેવા તહેવારો પર કંપનીઓ બોનસ સ્વરૂપે કર્મચારીઓની કામગીરી બિરદાવતી હોય છે પરંતુ જામનગરની આ પ્રથમ એવી ખાનગી કંપની છે કે જેણે કોઈ વાર કે તહેવાર જોયા વગર જ કર્મચારીઓને વહિકલ્સ ગિફ્ટમાં આપી પ્રોત્સાહિત કર્યા હતા. તેમ કંપનીના જનરલ મેનેજર વિમેશ મહેતા એ જણાવ્યું હતું.