જામનગરમાં મોરકંડા રોડ નજીક આવેલ સનસિટી સોસાયટીમાં રોડ-રસ્તાનું સમારકામ ચાલી રહ્યું હોય, જેમાં જેએમસીના ચાલકે કાબૂ ગુમાવતા ઇલેકટ્રીક વીજપોલ સાથે વાહન અથડાતાં ત્રણ વીજ પોલ ઢળી પડ્યા હતાં. આ વીજપોલ રીક્ષા ઉપર પડતાં રીક્ષાચાલક સૈયદ ઇલુમુદીન બાપુને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઘટનાને પરિણામે મોરકંડા રોડ પર આવેલ વિસ્તારોમાં વીજળી ગુલ થતા અંધારપટ છવાયો હતો. જેને પરિણામે રહેવાસીઓમાં રોષની લાગણી છવાઇ હતી.