Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરમોટા થાવરીયા ગામમાં બનાવેલ ક્રોઝ-વેનો એકભાગ પ્રથમ વરસાદે જ ધોવાયો - VIDEO

મોટા થાવરીયા ગામમાં બનાવેલ ક્રોઝ-વેનો એકભાગ પ્રથમ વરસાદે જ ધોવાયો – VIDEO

રૂા.80 લાખના ખર્ચે થયું હતું નિર્માણ: ગ્રાજમનો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે રોષ

- Advertisement -

જામનગરના મોટા થાવરીયા ગામમાં બનાવેલો ક્રોઝ-વેનો એક ભાગ પહેલા વરસાદે જ ધોવાઈ જતાં લોકોને ભારે હાલાકી પડી રહી છે અને તેમાં ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે લોકોમાં રોષની લાગણી છવાઈ છે.

- Advertisement -

જામનગરના મોટા થાવરીયા ગામે 80 લાખના ખર્ચે ક્રોઝવે બનાવવામાં આવ્યો હતો. ખીમરાણા અને મોટા થાવરીયા ગામને જોડતો બનાવેલ ક્રોઝ-વે અનેક લોકો માટે સુવિધારૂપ હતો. પરંતુ, 80 લાખના ખર્ચે બનાવવામાં આવેલ ક્રોઝ-વે પહેલાં જ વરસાદે એક ભાગ ધોવાઈ ગયો છે. 80 લાખનો ખર્ચ કરવા છતાં ક્રોઝ-વે ધોવાઈ જતાં સ્થિતિ ઠેરની ઠેર જ છે અને લોકો નદીમાંથી ચાલવા મજબુર બન્યા છે. જેને લઇ ગ્રામજનોમાં આક્રોશની લાગણી છવાઇ છે અને આ ક્રોઝ-વેના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું પણ લોકોએ આક્ષેપ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular