Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગર જૈન સમાજમાં પણ શરૂ થયો રાજકીય સળવળાટ

Video : જામનગર જૈન સમાજમાં પણ શરૂ થયો રાજકીય સળવળાટ

જામનગરમાં યોજાઇ સમસ્ત જૈન સમાજની અગત્યની બેઠક : રાજકીય પક્ષો દ્વારા થતી અવગણના સામે થતી નારાજગી : જામનગરમાંથી જૈન સમાજને વિધાનસભામાં સ્થાન આપવા માગણી

- Advertisement -

ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની જાહેરાતને હવે ઘડીઓ ગણાઇ રહી છે. ત્યારે રાજ્યના જુદા જુદા સમાજો સાથે પ્રતિનિધિત્વ માટે જૈન સમાજ પણ સક્રિય થયો છે. વિધાનસભામાં જૈન સમાજને પર્યાપ્ત પ્રતિનિધિત્વ મળે તે માટે સમસ્ત રાજ્યના જૈન અગ્રણીઓ અને સમાજના મોભીઓ મેદાનમાં આવ્યા છે. સમાજના ઉત્કર્ષ અને રાજકીય પ્રતિનિધિત્વના મુદ્ે આજે જામનગરમાં સમસ્ત જૈન સમાજની એક અગત્યની બેઠક યોજવામાં આવી હતી. ઓશવાળ સેન્ટરના કેશવ હોલમાં યોજાયેલી આ બેઠકમાં સમસ્ત મહાજન સમાજના શ્રેષ્ઠી પરેશભાઇ શાહ મુંબઇથી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે જામનગરના જૈન સમાજના જુદા જુદા ફિરકાઓના પ્રમુખો અને હોદ્ેદારો સાથે બેઠક કરીને સમાજના પ્રતિનિધિત્વ તથા ઉત્કર્ષ માટે માર્ગદર્શન આપ્યું હતું.

- Advertisement -

આ બેઠકમાં જૈન સમાજની રાજકીય પક્ષો દ્વારા અવગણના કરવામાં આવતી હોવાની લાગણીઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી. જ્યારે વિધાનસભામાં જામનગરમાંથી જૈન સમાજને સ્થાન મળે તેવી માગણી પણ કરવામાં આવી હતી. આ બેઠકમાં રાજકીય ઉપરાંત સામાજિક પાસાઓ અંગે પણ ગહન ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ભવિષ્યની રણનીતિ અંગે પણ ચર્ચાઓ થઇ હતી. આજની બેઠકમાં જામનગરના મેયર બીનાબેન કોઠારી, જૈન અગ્રણી વી.પી. મહેતા, આર.કે. શાહ, શેતલબેન શેઠ, રાજુભાઇ શેઠ, નિલેશભાઇ ઉદાણી, બિલ્ડર ભરતભાઇ પટેલ, વિજય શેઠ, પ્રમોદભાઇ કોઠારી, શ્રેણિક મહેતા, અશ્ર્વિનભાઇ કોઠારી, ગીતાબેન સાવલા, ઉર્મિબેન મહેતા, કિરીટ મહેતા, ચેતન (ચેતુભાઇ) મહેતા, એ.કે. મહેતા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular