જામનગર શહેરમાં સેન્ટ્રલ બેંક રોડ પર અર્ધ સળગેલો મૃતદેહ મળી આવ્યાના બનાવમાં પોલીસ તપાસ દરમ્યાન મૃતકે શરીર પર પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યાનું ખુલતાં આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના સેન્ટ્રલ બેંક રોડ પર આસ્થા જ્વેલર્સ પાસેથી ગુરૂવારે વહેલી સવારના સમયે અજાણ્યા પુરૂષનો અર્ધ સળગેલો મૃતદેહ મળી આવ્યાની જાણ થતાં પીઆઇ એન.એ.ચાવડા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતક જામનગરના માતૃઆશિષ સોસાયટી શેરી નં.3ના છેડે રામેશ્ર્વર નગરમાં રહેતા કમલેશભાઇ ચંદુલાલ ટંકારિયા (ઉ.વ.51) નામના પ્રૌઢનો હોવાનું ખુલ્યું હતું. તેમજ મૃતકે અગમ્ય કારણોસર તેના જાતે શરીરે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કર્યાના બનાવમાં મોત નિપજ્યાનું ખુલ્યું હતું. જેના આધારે હે.કો. ડી.આર.કાંબરિયા તથા સ્ટાફે કમલેશભાઇ પીઠડિયાના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.