જામનગર શહેરમાં પીજીવીસીએલ તથા એસટીના નિવૃત્ત કર્મચારીઓ દ્વારા ઈપીએફ પેન્શન યોજના સંદર્ભે રેલી યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
છેલ્લાં સાત વર્ષોથી દેશના 75 લાખ વૃદ્ધ ઈપીએસ 95 પેન્શનર્સને પ્રતિમાસ માત્ર સરેરાશ રૂા.1171 નું પેન્શન મળે છે. જેને કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઇ ઉકેલ આવતો નથી. જેને લઇ પીજીવીસીએલ તથા એસટીના નિવૃત્ત કર્મચારીઓ જામનગર જિલ્લા કલેકટર કચેરી એ પહોંચ્યા હતાં અને પેન્શન વધારવાની માંગણીને લઇ આવેદનપત્ર પાઠવ્યું હતું.