Sunday, December 22, 2024
Homeરાજ્યVideo : ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ ઉપર હુમલાના વિરોધમાં આવેદનપત્ર અપાયું

Video : ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ ઉપર હુમલાના વિરોધમાં આવેદનપત્ર અપાયું

તલાટીમંત્રીને ડિસમિસ કરવાની માંગ

- Advertisement -

ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ અને તેના ભાઈ ઉપર તલાટી મંત્રી દ્વારા કરાયેલા હુમલા ના વિરોધમાં ભાણવડમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તલાટી મંત્રી ને ડિસમિસ કરવાની માંગ કરવામાં આવી હતી.

- Advertisement -

દેવભૂમિ સહિત હાલારભરમાં ભારે ચકચાર જગાવનાર બનાવની જાણવા મળતી વિગત અનુસાર ભાણવડ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પદભાર સંભાળતા ફતેપુર ગામના રહીશ માલદેભાઇ રામભાઈ રાવલીયા અને તેના પિતરાઈ ભાઈ જેઠાભાઈ રાવલીયા પર તલાટી કમ મંત્રી પ્રદીપસિંહ ડોડીયા એ છરી વડે ઘાતક હુમલો કર્યો હતો. ભાણવડ તાલુકા પંચાયત પ્રમુખ અને તેના પિતરાઈ ભાઈ પર તિક્ષણ હથિયાર વડે જીવલેણ હુમલો કરનાર તલાટી કમ મંત્રી પ્રદીપસિંહ ડોડીયાને સરકારી ફરજ માંથી ડિસમિસ કરવા અને કાયદાકીય કડકમાં કડક સજા કરવા માટે ભાણવડમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈને તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું. સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું કે તલાટીના દફતર માંથી કાગળો, પેન સ્ટેશનરી હોવી જોઈએ તેને બદલે છરી જેવા ઘાતક હથિયાર સાથે રાખે તે કંઈ રીતે ચલાવી લેવાઈ. આવેદનપત્ર આપવામાં કોંગ્રેસ – ભાજપના નેતાઓ સાથે જોવા મળ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular