Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરઆઝાદ ફાઉન્ડેશનના નામે 11 જિલ્લાની મહિલાઓ સાથે છેતરપિંડી આચરનાર શખ્સ ઝડપાયો

આઝાદ ફાઉન્ડેશનના નામે 11 જિલ્લાની મહિલાઓ સાથે છેતરપિંડી આચરનાર શખ્સ ઝડપાયો

ઘરે બેઠા પૈસા કમાવવાની લાલચ આપી રૂા.3.11 લાખની છેતરપિંડી : વર્ષ 2014 માં છેતરપિંડીના ગુનામાં જામનગરમાં સાત વર્ષની કેદ અને દંડની સજા થઈ હતી : અમદાવાદના આરોપીને સાયબર ક્રાઈમ પોલીસે દબોચ્યો

- Advertisement -

જામનગર સહિત રાજ્યમાં 11 જિલ્લામાં કુટીર ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગમાં ઘરે બેઠા કામ કરી પૈસા કમાવવાની લલચામણી જાહેરાત દ્વારા મહિલાઓ સાથે છેતરપિંડી આચરતા અને વર્ષ 2014 માં સાત વર્ષની સજામાં ગેરહાજર રહેતા કન્વિકટેડ આરોપીને જામનગર સાયબર ક્રાઈમે દબોચી લઇ વધુ પૂછપરછ આરંભી હતી.

- Advertisement -

મધ્યમ વર્ગની ગૃહિણીઓને ઘરે બેઠા કામ કરી લઘુ તથા કુટીર ઉદ્યોગમાં પૈસા કમાવવાની સોશિયલ મીડિયામાં જાહેરાત આપી મહિને 25 થી 30 હજારના પગાર આપવામાં આવશે તેવી લાલચ આપી મહિલાઓના જિલ્લાદીઠ ગુ્રપ બનાવી સિવણ, ધુપ-અગરબતી, ઓર્ગેનિક સાબુ અને બ્યુટીપાર્લરની તાલીમના સાધનો તથા કાચો માલ આપવાના બહાના હેઠળ એક મહિલાના રજીસ્ટે્રશન દીઠ રૂા.500 ભરવાનું જણાવી જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી સહિતના 11 જિલ્લાની 600 થી વધુ મહિલાઓ સાથે રૂા.3,11,500 ની છેતરપિંડી આચરનાર મુળ ગીરસોમનાથના સમોડા ગામના વતની અને અમદાવાદમાં માર્કેટીંગનો વ્યવસાય કરતાં મનસુખ રામા જનકાટ નામના શખ્સ સામેે જામનગર સાયબર ક્રાઈમ પોલીસમાં નોંધાયેલી ફરિયાદના આધારે તપાસ આરંભી હતી.

- Advertisement -

દરમિયાન ટેકનિકલ એનાલિસીસ અને મનસુખ અંગેની વિગતો એકત્રિત કરી જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ પી પી ઝા, પીએસઆઇ એ.આર. રાવલ, હેકો ભગીરથસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, પો.કો. કલ્પેશ મૈયડ, એએસઆઈ ડી.જે. ભુસા, ચંપાબેન વાઘેલા, ધર્મેશ વનાણી, રાજેશ પરમાર, રાહુલ મકવાણા, જેસા ડાંગર, રંજનાબેન વાઘ, વિકી ઝાલા, પુજાબેન ધોળકિયા, ગીતાબેન હિરાણી, ચંદ્રિકાબેન ચાવડા, નીલમબેન સીસોદીયા, અલ્કાબેન કરમુર સહિતના સ્ટાફે મનસુખના લોકેશનો ટે્રસ કરી સતત વોચમાં રહેલી ટીમે મનસુખ રામા જનકાટને દબોચી લઇ પૂછપરછ હાથ ધરી હતી. દરમિયાન મનસુખ વર્ષ 2014માં પૂર્વ આયોજિત કાવતરુ રચી વિશ્ર્વાસઘાત અને છેતરપિંડીનાં ગુનામાં સાત વર્ષ કેદ અને દંડની સજા પછી કોર્ટમાં ગેરહાજર રહેતો કન્વિકટેડ આરોપી હતો. મનસુખએ ફેસબુક ઉપર આઝાદ ફાઉન્ડેશન એનજીઓ દ્વારા લઘુ ઉદ્યોગ તથા કુટીર ઉદ્યોગમાં ઘરે બેઠાં કામ કરી પૈસા કમાવવાની લાલચ આપી સંસ્થામાં જોડાવવાના નામે સ્ટેટ કોર્ડીનેટર અને જિલ્લા દીઠ ડિસ્ટ્રીકટ કોર્ડીનેટરની ખોટી પોસ્ટ ઉપજાવી મહિલાઓને 25-30 હજાર પગાર આપી લાલચ દ્વારા રજીસ્ટે્રશન ફી તરીકે મહિલાદીઠ રૂા.500 લેતો હતો. તેમજ મહિલાઓને ગૃહ ઉદ્યોગ માટે સિવણની, ધુપ તથા અગરબતી, ઓર્ગેનિક સાબુ બનાવવા, બ્યુટી પાર્લરની તાલીમ આપવા તથા કાચો માલ તથા જરૂરી સાધનો પૂરા પાડવાની લાલચ આપી મહિલાઓ પાસેથી પૈસા ટ્રાન્સફર કરાવ્યા બાદ સાધનો પહોંચાડતો ન હતો અને ગુ્રપ બનાવવાવાળા મહિલાઓને પગાર પણ ચૂકવતો ન હતો. આમ 600 થી વધુ ગૃહિણીઓ સાથે છેતરપિંડી આચરનાર ચીટરને પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular