જામનગર શહેરમાં ઢીચડા રોડ પર આવેલા સેનાનગરમાં રહેણાંક મકાનમાંથી એલસીબીની ટીમે રેઈડ દરમિયાન બાવન બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા અન્ય બે બુટલેગરોની સંડોવણી ખુલ્લી હતી. જામનગર શહેરમાં ઈદ મસ્જિદ રોડ પર રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે સાત બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ, જામનગરના ઢીચડા રોડ પર આવેલા સેનાનગરમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની એલસીબીના ભગીરથસિંહ સરવૈયા, ફીરોજ ખફી અને દિલીપ તલાવડિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના પીઆઇ કે.જે.ભોયે ની સૂચનાથી પીએસઆઈ
આર.બી.ગોજિયા, સી.એમ. કાંટેલિયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને દયારામ ત્રિવેદી, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન મહેશ હદા વલાણીના મકાનમાં તલાસી લેતા રૂા.20800 ની કિંમતની દારૂની બાવન બોટલ અને રૂા. પાંચ હજારની કિંમતનો એક મોબાઇલ સહિત રૂા.25,800 ના મુદ્દામાલ સાથે મહેશની ધરપકડ કરી હતી.
એલસીબીની ટીમ દ્વાર મહેશની પૂછપરછ કરાતા આ દારૂનો જથ્થો જામનગરના હરપાલસિંહ ચાવડા અને ખંભાળિયાના સાજા સાખરાની સંડોવણી હોવાની કેફીયત આપતા એલસીબીઈ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
બીજો દરોડો, જામનગર શહેરમાં ઈદ મસ્જિદ રોડ પર 49 દિ.પ્લોટમાં રહેતાં સુરેશ ઉર્ફે ભીખો લંગડો શંકરલાલ માવના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.3500 ની કિંમતની દારૂની સાત બોટલો મળી આવતા પોલીસે સુરેશની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.