જામનગર શહેરના બેડી ઓવરબ્રીજ નીચેથી સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે શખ્સને દારૂની બોટલો અને બીયરના ટીન મળી કુલ 244 નંગ સાથે ઝડપી લીધો હતો. લાલપુર તાલુકાના જોગવડ ગામના પાટીયા પાસે રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે બાવન બોટલ દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના બેડી ઓવરબ્રીજ નીચેથી પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધમો પરેશ ભટ્ટ નામના શખ્સના કબ્જામાંથી રૂા.25,200 ની કિંમતના 240 નંગ ઈંગ્લી દારૂની નાની બોટલો અને બીયરના ટીન મળી આવતા સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ધર્મેન્દ્રની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં દારૂના જથ્થામાં શીલાબેન ક્રાન્સીસ સ્વામી ઉમેદસિંહ જાડેજાનું નામ ખુલતા પોલીસે બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, લાલપુર તાલુકાના જોગવડ ગામના પાટીયા પાસે રાણીશીપ વિસ્તારમાં રહેતાં મહિપતસિંહ ઉર્ફે ધમભા અનોપસિંહ જેઠવા નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે મેઘપર પોલીસે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા. 26,000 ની કિંમતની બાવન બોટલ દારૂ મળી આવતા કબ્જે કરી મહિપતસિંહની શોધખોળ આરંભી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં સમર્પણ હોસ્પિટલ પાસે મયુરપાર્કમાં રહેતાં દેવેન્દ્રસિંહ નિરુભા જાડેજા નામના શખસના મકાનમાંથી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે તાલસી લેતા રૂા.2200 ની કિંમતના 22 નંગ ચપટા મળી આવતા પોલીસે દેવેન્દ્રસિંહની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર તાલુકાના આમરા ગામના પાટીયા પાસેથી પસાર થતા સાજીદ ગફાર પીરજાદા નામના શખ્સને સિક્કા પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500ની કિંમતની દારૂની બોટલ મળી આવતા ધરપકડ કરી હતી.
પાંચમો દરોડો, જામનગર શહેરમાં શંકરટેકરી સુભાષપરા વિસ્તારમાં રહેતાં મનિષ કિરીટ નંદા નામના શખ્સના મકાનમાંથી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.2300 ની કિંમતના 23 નંગ ઈંગ્લીશ દારૂના ચપટા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.