જામનગરમાં નવાગામ ઘેડમાં શંકરના મંદિર પાસેથી એક રહેણાંક મકાનમાંથી પોલીસે અંગે્રજી દારૂની 40 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો છે. જ્યારે દારૂ સપ્લાય કરનાર રાજકોટનો શખ્સ ફરાર થઈ ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, નવાગામ ઘેડમાં શંકરના મંદિર પાસે રહેતાં દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુ જુવાનસિંહ વાળાના મકાન પોલીસે પોલીસે દરોડો પાડતા ત્યાંથી અલગ અલગ બ્રાન્ડની અંગે્રજી દારૂની કુલ 40 બોટલો મળી આવી હતી. આથી પોલીસે રૂા.11,800 ની કિંમતના દારૂના જથ્થા સાથે દિવ્યરાજસિંહની ધરપકડ કરી હતી. દિવ્યરાજસિંહને દારૂ સપ્લાય કરનાર રાજકોટનો એઝાઝ બ્લોચ નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ ઉપરાંત આરોપીના કબ્જામાંથી બે મોબાઇલ ફોન, મોટરસાઈકલ મળી કુલ રૂા.51,800 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કાર્યવાહી પોલીસ ઈન્સ્પેકટર જે વી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર કે કરમટા, એસ પી ગોહિલ, પી એન મોરી તથા એલસીબીના સ્ટાફે કરી હતી.