જામનગર શહેરમાં શંકરટેકરી વિસ્તારમાંથી સીટી સી પોલીસે એક શખ્સને ફોર વ્હીલર કારમાંથી રૂા.54000 ની કિંમતની 108 નંગ દારૂની બોટલ તથા મોટરકાર સહિત કુલ રૂા.2,64,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો અને અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લા જેલ તરફથી શંકરટેકરી પાણીના ટાંકા તરફ જતા રોડ પરથી એક શખ્સ ફોર વ્હીલર કારમાં દારૂની બોટલ લઇ નિકળવાનો હોવાની સિટી સી ના પો.કો. ખીમશીભાઈ ડાંગર, હર્ષદભાઈ પરમાર તથા હેકો નારણભાઈ સદાદીયાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને સિટી સીના પીઆઈ એ આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી એ પરમાર, નારણભાઈ સદાદીયા, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. ખીમશીભાઈ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, યશપાલસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા વોચ ગોઠવી હિરેન પરબત અસ્વાર નામના શખ્સને કુલ રૂા.54,000 ની કિંમતની 108 નંગ દારૂની બોટલ તથા રૂા.2,00,000 ની કિંમતની જીજે-01-કેસી-5038 નંબરની મોટરકાર તથા રૂા.10,000 ની કિંમતનો મોબાઇલ ફોન સહિત કુલ રૂા.2,64,000 ની કિંમતના મુદ્દામાલા સાથે ઝડપી લીધો હતો તેમજ રાજા ધિશકે તથા જિતેન્દ્ર ઉર્ફે પિન્ટુ બાઠીયો નામના બે શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.