જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસે મોખાણા પાટીયા પાસેથી એક શખ્સને 10 નંગ દારૂની બોટલ સહિત કુલ રૂા.25,000ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ, પંચ કોશી બી પોલીસ સ્ટેશનના હેકો.નિર્મળસિંહ જાડેજા તથા પોકો જયદેવસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા જામનગર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઇના માર્ગદર્શન મુજબ પંચકોશી બી ડિવિઝનના પીએસઆઇ જે.ડી.પરમારની સુચનાથી એએસઆઇ એમ.એલ.જાડેજા, હેકો.નિર્મળસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પોકો જયદેવસિંહ જાડેજા, જયદિપસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા મોખાણા પાટીયા પાસેથી આરોપી હેમત નાનુ દેત્રોજા નામના શખ્સને જીજે.10.સીએચ.7137 નંબરની એકટીવામાંથી રૂા.5000ની કિંમતની 10 નંગ દારૂની બોટલ સાથે ઝડપી લીધો હતો અને એકટીવા સહિત કુલ રૂા.25,000નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.