જામનગર શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાંથી એલસીબીની ટીમે કારને આંતરી તલાસી લેતા તેમાંથી રૂા.26,000 ની કિંમતની 65 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા કુલ રૂા.1,76,500ના મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લઇ પૂછપરછ આરંભી હતી. જામનગરના પ્રણામી સ્કૂલ પાસેથી બાઈક પર પસાર થતા શખ્સને આંતરીને તલાસી લેતા તેની પાસેથી સાત બોટલ દારૂ મળી આવતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં આવેલી શક્તિ સોસાયટીના ખુણા પરથી દારૂના જથ્થા સાથે કાર પસાર થવાની એલસીબીના હરદીપ બારડ, મયુરસિંહ પરમાર, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
દરમિયાન બાતમી મુજબની જીજે-10-એપી-5140 નંબરની કાર પસાર થતા એલસીબીએ આંતરીન તલાસી લેતા કારમાંથી રૂા.26,000 ની કિંમતની 65 બોટલ ઈંગ્લીશ દારૂ અને રૂા.500 ની કિંમતનો એક મોબાઇલ મળી આવતા એલસીબીએ અક્ષયગીરી કિશોરગીરી ગોસ્વામી નામના શખસને ઝડપી લઇ કુલ રૂા.1,76,500 નો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરતા દારૂના જથ્થામાં યુવરાજસિંહ ઉર્ફે તોતડો અનોપસિંહ ભટ્ટીની સંડોવણી ખુલ્લી હતી. અને દારૂ સપ્લાય કરનાર અશોક ઉર્ફે મીરચી ખટાઉ મંગેનું નામ ખુલતા એલસીબીએ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો જામનગર શહેરના પ્રણામી સ્કુલ પાસેના માર્ગ પરથી પસાર થતી જીજે-10-ડીએફ-7813 નંબરના બાઈકને સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે આંતરીને પરેશ દેવજી મંગે નામના શખ્સની તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.3500 ની કિંમતની ઈંગ્લીશ દારૂની સાત બોટલ મળી આવતા પોલીસે રૂા.30 હજારની કિંમતની બાઇક અને દારૂ સહિત રૂા.33500 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થામાં સાગર ઉર્ફે સેગુ હુબરડા અને રાજ ઉર્ફે ભાયો લખીયાર નામના બે શખ્સોની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.