જામનગર શહેરમાં ટીટોડીની વાડી વિસ્તારમાંથી બીલ અને આધાર વગરના ગેરકાયદેસર શેમ્પુના જથ્થા સાથે શખ્સને એસઓજીએ ઝડપી લઇ રૂા.11,700નો મુદ્દામાલ શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના ટીટોડી વાડી વિસ્તારમાં રહેતો કાદર સુલેમાન મોરવાડિયા નામના શખ્સ ગેરકાયદેસર શેમ્પુનુ વેચાણ કરતો હોવાની એસઓજીના દિનેશ સાગઠિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ઇન્ચાર્જ પી.આઇ. આર. વી. વીંછી તથા સ્ટાફે કાદર મોરવાડિયાની તલાશી લેતા તેની પાસેથી બીલ કે આધાર વગરની 430 લીટર રૂા.11,700ની કિંમતનું શેમ્પુ અને નાની મોટી બોટલો તથા 7 ડ્રમ મળી આવતા એસઓજીએ શક પડતી મિલ્કત તરીકે મુદ્દામાલ કબ્જે કરી કાદરની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.