Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારજામજોધપુર તાલુકાના કલ્યાણપુર નજીક વીજશોકથી પ્રૌઢનું મોત

જામજોધપુર તાલુકાના કલ્યાણપુર નજીક વીજશોકથી પ્રૌઢનું મોત

વાડીએ પરત આવતા સમયે વીજશોક મુકેલા ખાતરના ઢગલા પરથી પસાર થતા સમયે વીજશોક: પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામ નજીક આવેલા ડેમમાં કરચલા પકડવા ગયા બાદ વાડીએ આવતા સમયે વીજકરંટ મુકેલા ખાતરના ઢગલામાંથી પસાર થતા પ્રૌઢને વીજશોક લાગતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના કલ્યાણપુર ગામમાં ખેતી કરતા બધાભાઈ જેરામભાઇ પાટડિયા (ઉ.વ.55) નામના પ્રૌઢ ગત તા.03 ના રોજ રાત્રિના સમયે ગામ નજીક આવેલા ડેમમાંથી કરચલા પકડવા ગયા હતાં અને ત્યાંથી વાડીએ પરત આવતા હતાં તે દરમિયાન ઝટકા વીજશોક મુકેલા ખાતરના ઢગલા પરથી પસાર થયા તે દરમિયાન વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જતા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના ભાઈ ગાંડુભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.બી.લાઠીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular