જામનગર જિલ્લાના મેઘપર ગામમાં રામદૂતનગરમાં રહેતાં પ્રૌઢની બપોરે ભોજન કર્યા બાદ તબિયત લથડતા જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર ગામમાં રામદૂતનગર પ્લોટ નં.15 માં રહેતાં માનસિંહ સુરજપાલસિંહ (ઉ.વ.54) નામના પ્રૌઢ ગત તા.06 ના રોજ બપોરના સમયે તેના ઘરે ભોજન કર્યા બાદ તબિયત લથડતા સમર્પણ હોસ્પિટલમાં અને ત્યારબાદ જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં પ્રૌઢનું બ્રેઈન હેમરેજ થવાથી મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે ઈશાકભાઇ દ્વારા જાણ કરાતા હેકો એલ.જી. જાડેેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.