Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપત્નીએ બેકાર પતિને કામ ધંધાનું કહેતા પતિએ જિંદગી ટૂંકાવી

પત્નીએ બેકાર પતિને કામ ધંધાનું કહેતા પતિએ જિંદગી ટૂંકાવી

પતિ-પત્નીની બોલાચાલી બાદ પતિએ ઝેરી ટીકડા ખાધા : આપઘાત અંગે પોલીસ દ્વારા તપાસ : જામનગરમાં બેશુધ્ધ હાલતમાં યુવાનનો મૃતદેહ સાંપડયો

- Advertisement -

જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં બેકાર પ્રૌઢ પતિને કામ-ધંધો કરવા બાબતે પત્ની સાથે બોલાચાલી થયાનું મનમાં લાગી આવતા તેના ઘરે ઝેરી દવાના ટીકડા ખાઈ આપઘાત કર્યો હતો. જામનગર શહેરમાં ભીડ ભંજન મહાદેવના મંદિર પાસેથી બેશુદ્ધ હાલતમાં મળેલા અજાણ્યા પુરૂષનો સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં રહેતાં કાનજીભાઈ ઉર્ફે કારુભાઈ અરજણભાઈ (ઉ.વ.55) નામના પ્રૌઢ કોઇ કામ ધંધો કરતા ન હોવાથી બેકાર હતાં. જેનાથી ઘરખર્ચના પૈસા આપતા ન હતાં. જેથી તેની પત્ની ભીખુબેનને બેકાર પતિ કાનજીભાઈ સાથે કામ ધંધાની બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીનું મનમાં લાગી આવતા કાનજીભાઈએ મંગળવારે બપોરના સમયે તેના ઘરે ઝેરી ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પત્ની ભીખુબેન દ્વારા જાણ કરાતા હેકો ડી.એ. રાઠોડ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, જામનગર શહેરમાં ભીડ ભંજન મહાદેવ મંદિર પાસેની ફૂટપાથ પરથી મંગળવારે રાત્રિના સમયે આશરે 30 વર્ષનો અજાણ્યો પુરૂષ રખડતો ભટકતો બીમાર હાલતમાં બેશુદ્ધ થઈ જવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગેની હિતેશગીરી દ્વારા જાણ કરાતા પીએસઆઈ એ.વી.વણકર તથા સ્ટાફે સફેદ કલરનું મેલુ આખી બાયવારો શર્ટ અને કબુતરી કલરનું પેન્ટ પહેરેલ પાતળા બાંધાનો 5 ફૂટ 5 ઈંચ ઉંચાઈ ધરાવતા યુવાન અંગે કોઇ જાણકારી મળે તો 99793 19201 નંબર ઉપર જાણ કરવા પીએસઆઈ વણકરની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular