જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર અપૂર્વ રેસીડેન્સીમાં આવેલા ફલેટમાંથી 95 ગ્રામ સોનાના દાગીનાની ચોરીના બનાવમાં પોલીસે સીસીટીવી ફુટેજના આધારે સગીરની ધરપકડ કરી ચોરાઉ સોનાના દાગીના કબ્જે કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર આવેલી અપૂર્વ રેસીડેન્સીના પાંચમા માળે રહેતાં યુવાનના ફલેટમાંથી રૂા.3,45,000 ની કિંમતની 95 ગ્રામ સોનાના દાગીનાની ચોરીના બનાવમાં પો.કો. જયદીપસિંહ જાડેજા અને હેકો ક્રિપાલસિંહ સોઢાને મળેલી બાતમીના આધારે જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી પી ઝા, પીએસઆઈ કે.ડી. જાડેજા, એએસઆઈ રઘુવીરસિંહ પરમાર, હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, દશરથસિંહ પરમાર, પો.કો. સંજય પરમાર, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, મયુરરાજસિંહ જાડેજા, વિપુલ ગઢવી, સાજીદ બેલીમ સહિતના સ્ટાફે સીસીટીવી કેમેરાના આધારે દિગ્જામ મીલ પાસે રહેતો સગીર ચોરીના બનાવમાં સંડોવાયેલો હોવાનું ખુલ્યું હતું. જેથી તપાસ હાથ ધરતાં સગીરના મામા વીકી રણછોડ ડાભી નામનો બાવરી શખ્સ દિગ્જામ સર્કલ પાસે સોનુ વેંચવા જવાનો હોય પોલીસે વોચ ગોઠવી દબોચી લીધો હતો. તેની તલાસી લેતા તેની પાસેથી ચોરાઉ સોનાના દાગીના મળી આવતા પોલીસે પૂછપરછ હાથ ધરતા આ દાગીના તેના સગીર ભાણેજે ચોરી કર્યા હોવાની કેફિયત આપી હતી અને સગીર દાગીના વેંચવા જાય તો પકડાય જાય જેથી તેના મામા વીકી દાગીના વેંચવા જતા પોલીસે દબોચી લીધો હતો.