મર્જ્ડ ઇલેક્ટ્રિકલ આર્ટિફિસર ટ્રેનિંગ (MEAT-28) કોર્સના 92 તાલીમાર્થીઓ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં વિશેષતા પૂર્ણ કર્યા પછી ભારતીય નૌકા જહાજ (INS) વાલસુરામાંથી સ્નાતક થયા હતા. તાલીમાર્થીઓએ ઈલેક્ટ્રીકલ અને ઈલેક્ટ્રોનિકસના વિવિધ વિષયો પર ટેકનિકલ તાલીમ લીધી હતી. તાલીમ અભ્યાસક્રમમાં નિયમિત શારીરિક અને આઉટડોર પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થયો હતો, જેનો હેતુ સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવાનો છે. રીઅર એડમિરલ ગુનિન્દર સિંઘ જવાંદા, આસિસ્ટન્ટ ચીફ ઓફ મટિરિયલ, ન્યુક્લિયર સબમરીન મેન્ટેનન્સે પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી હતી. તેમણે તાલીમાર્થીઓની પ્રશંસા કરી અને તેમને તેમના વ્યાવસાયિક ક્ષેત્રોમાં નવીનતમ તકનીકી વિકાસ સાથે ગતિ રાખવાની સલાહ આપી હતી. શ્રેષ્ઠ ઓલ-રાઉન્ડ નાવિક માટે એડમિરલ રામનાથ ટ્રોફી મોહિત શિયોરનને અને કમાન્ડિંગ ઓફિસર INS વાલસુરા ટ્રોફી શ્રેષ્ઠ રમતવીર અમિત કુમારને એનાયત કરવામાં આવી હતી.