Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતએક હાથ ધરાવતા દિવ્યાંગ વ્યકિતને ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરાશે

એક હાથ ધરાવતા દિવ્યાંગ વ્યકિતને ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરાશે

- Advertisement -

વાહન વ્યવહાર કમીશનરની કચેરી દ્વારા એક હાથ ધરાવતાં દિવ્યાંગ વ્યકિતઓને ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવા પત્ર દ્વારા વડોદરા પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીની કચેરીને જણાવ્યું છે.

- Advertisement -

પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારી કચેરી વડોદરા દ્વારા એક હાથ ધરાવતાં દિવ્યાંગ વ્યકિતઓને ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવા ગાંધીનગર રજુઆત કરાઇ હતી. જેને ધ્યાને લઇ ગાંધીનગર કચેરી દ્વારા એક હાથ(જમણો) ધરાવતાં અરજદારને ડ્રાઇવિંગ લાયસન્સ ઇસ્યુ કરવા જણાવ્યું હતું. આ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે અરજદારે જે વર્ગના વાહનનું ડ્રાઇવીંગ લાયસન્સ લેવાનું હોય તેણે તે વર્ગના વાહન પર DL Competancy Test આપવાનો રહે  છે. મોટર વ્હીકલ એક્ટ,1988ની કલમ-2(1) મુજબ Adapted Vehicleને આ કાયદાની માન્યતા છે. કોઇ અરજદારે આવા વાહનને ચલાવવું હોય તો તેઓએ તે વાહન પર DL Competancy Test આપવાની પ્રક્રિયાને મોટર વ્હીકલ એક્ટનું સમર્થન છે. આથી અરજદારને DL Competancy Test ના તમામ ધારાધોરણો પુરા કરતા હોય તો તેમને ડીએલ ઇસ્યુ કરવામાં વાંધાસરખુ જણાતું નથી.

અરજદાર એક હાથ (જમણો) ધરાવે છે. તેથી તેઓ દ્વારા Vehicle turn કરવા માટે Steering wheel ના angular movement માટે steering wheel knobનો ઉપયોગ કરવામાં આવે છે. steering knob માઇનોર મોડીફીકેશન ગણાય છે તેથી આ knob માન્ય ઉત્પાદકો · દ્વારા ઉત્પાદિત થયેલ હોવો જોઇએ અને તેનું Adaption/Modification આરટીઓ દ્વારા એપ્રુવ થયેલ હોવુ જોઇએ.

- Advertisement -

અરજદારે તેમના Adaption અંગે આરટીઓની મંજૂરી મેળવવાની રહે છે. ત્યારબાદ PL ઇસ્યુ કરવામાં વાંધાસરખુ નથી. વાહનમાં આ Minor modificationની એપ્રુવલ માટે નિયમોનુસાર કાર્યવાહી કરી વિનાવિલંબે અરજદારને ડ્રાઇવીંગ લાયસન્સ ઇસ્યુ કરવા જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular