Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં પોલીસ દ્વારા નાઈટ ટ્રાફિક ડ્રાઈવ - VIDEO

જામનગરમાં પોલીસ દ્વારા નાઈટ ટ્રાફિક ડ્રાઈવ – VIDEO

- Advertisement -

- Advertisement -

જામનગર શહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે ટ્રાફિક પોલીસે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુંની સૂચનાથી જામનગર ટ્રાફિક શાખાના પીઆઇ એમ.બી.ગજજરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.ડી.ગોહિલ તથા સ્ટાફ દ્વારા જૂલેલાલ ચોક નજીક ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં વાહન ચાલકોના લાઇસન્સ, કારોમાં બ્લેક કાચ હટાવવા, ત્રીપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહનચાલકો અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુન્હાખોરી અટકે તેથી ટ્રાફિક ડ્રાઇવની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં ધ્વનિ પ્રદુષણ કરતા બુલેટ ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ 5 થી વધુ બાઇક ડીટેન કરાયા અને સંખ્યાબંધ લોકો હાજર દંડ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી નિયમોનો ભંગ કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગઇ હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular