ભારતમાં પણ કોરોનાની ચોથી લહેરના ભણકારા વાગવા લાગ્યા છે. ગુજરાત સહિત દેશના 7 રાજયોમાં ઓમિક્રોન અને ડેલ્ટાના સંયુકત મિશ્રણથી બનેલો કોરોનાનો નવો વેરિએન્ટ જોવા મળ્યો છે. પરિણામે દેશનું આરોગ્ય તંત્ર સતર્ક થયું છે. જે રાજયોમાં આ વેરિએન્ટ જોવા મળ્યો છે ત્યાં વિશેષ તકેદારી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. તેમજ ટેસ્ટીંગ અને ટ્રેસિંગ પણ ભાર મૂકવા પણ જણાવવામાં આવ્યું છે. કોરોનાની ત્રીજી લહેરે દુનિયામાં કેસ ઓછા થતાની સાથે જ હવે કોરોનાના કેસ પાછા વધી ગયા છે. કોરોનાને લઇને રાજ્યોમાં જેમ જેમ પ્રતિબંધો હટી રહ્યાં છે, તેમ તેમ કોરોના ખત્મ થઇ રહ્યો હોય તેમ લોકો માનવા લાગ્યા છે, ત્યારે હમણાં જ મળતી જાણકારી પ્રમાણે કોરોનાનો એક નવો વેરિયેન્ટ સામે આવ્યો છે, જેમાં ચોથી લહેર આવવાનો અણસાર દેખાઇ રહ્યો છે.
વિશ્વ સંગઠને આ રિકોમ્હિનેંટ વેરિયેન્ટ વિશે જણાવ્યું કે, ઓમિક્રોન અને ડેલ્ટા બંને ઝડપથી ફેલાવવાના કારણે આ સ્થિતિ બની છે. કોવિડ 19 ના નવા વેરિયેન્ટનું નામ (ઉયહફિંભજ્ઞિક્ષ) છે, જે ઓમીક્રોન અને ડેલ્ટાના જોડવાથી તૈયાર થયો છે. આ વાયરસ 7 રાજ્યોમાં જોવા મળ્યો છે,જેમાં કર્ણાટક, તમિલનાડુ , મહારાષ્ટ્ર, ગુજરાત, પશ્ર્ચિમ બંગાળ, તેલંગણા અને દિલ્હી જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. ડેલ્ટાક્રોનની ઓળખ 2022 માં થઇ હતી. ડેલ્ટાક્રોન રિકોમ્બિનેંટ વેરિયન્ટ છે, જે ઓમિક્રોન અને ડેલ્ટાની સાથે જોડાવવાથી બન્યો છે. પેરિસમાં ઈંક્ષતશિિીંિંં ઙફતયિીિં ના વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસનો એક નવો વેરિયન્ટ જોયો છે, જે પહેલાં વેરિયન્ટ કરતાં એકદમ અલગ છે. ડેલ્ટાક્રોનનો વેરિયન્ટ ઉત્તરી ફ્રાંસના એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી આવ્યો હતો. જેની તપાસ કરતાં જાણવા મળ્યુ કે, આ વૃદ્વ વ્યક્તિમાં મળેલાં જેનેટિક્સ ડેલ્ટા વેરિએન્ટની સમાન છે. જે પાછલા વર્ષનાં અંતમાં દુનિયાભરમાં ડોમેનેંટ વેરિયન્ટ છે. પણ આ વેરિએન્ટનો એક ભાગ જે વાયરસના સ્પાઇક પ્રોટીનને એન્ડોમ કરે છે અને જેનો ઉપયોગ આ કોશિકાઓની અંદર જવા માટે કરે છે, તે ઓમિક્રોનથી આવ્યો હતો. ઈંક્ષતશિિીંિંં ઙફતયિીિં નાં વૈજ્ઞાનિકોએ કહ્યું કે,યૂએ અને યૂએસમાં રિપોર્ટ કરવામાં આવેલા ડેલ્ટાક્રોન વેરિયન્ટમાં થોડો અંતર જોવા મળી રહ્યો છે, જેથી આના ઘણા રૂપ હોઇ શકે છે.