Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરના સાધના કોલોનીમાં મહિલાના આપઘાત પ્રકરણમાં નવો વળાંક : મહિલાની માતા દ્વારા...

જામનગરના સાધના કોલોનીમાં મહિલાના આપઘાત પ્રકરણમાં નવો વળાંક : મહિલાની માતા દ્વારા જમાઈ સહિત ત્રણ સામે મરવા મજબુર કર્યાની ફરિયાદ – VIDEO

અગાઉ મહિલાના પતિ અને પરિવારજનો દ્વારા પોલીસના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાનો આક્ષેપ કરાયો હતો : મહિલાના પરિવારજનો સહિતના લોકો ગઈકાલે મોડીરાત્રે એસપી બંગલે ધરણાં પર બેઠાં હતાં : પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ

- Advertisement -

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં એક મહિલાએ ગઈકાલે બપોરના સમયે એસિડ પી આપઘાત કર્યો હતો. જેમાં મહિલાના પતિ દ્વારા પોલીસના ત્રાસથી કંટાળી એસિડ પી મહિલાએ આપઘાત કર્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને મોડીરાત્રિના મહિલાના પરિવારજનો સહિતના લોકોના ટોળા એસપી બંગલા ખાતે ઉમટયા હતાં અને આ અંગે ફરિયાદ નોંધવા માંગણી કરી હતી જ્યારે બીજી તરફ મહિલાના આપઘાત પ્રકણમાં નવો વળાંક આવતા મહિલાની માતા દ્વારા મહિલાના પતિ અને સાસરીયાઓના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું પોલીસ ફરિયાદ કરતા આ આપઘાત પ્રકરણ શહેરમાં ચર્ચાનો વિષય બન્યું છે. પોલીસ દ્વારા મહિલાની માતાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા ભારતીબેન ચાવડા નામના મહિલા દ્વારા ગઈકાલે બપોરના સમયે એસિડ પી આપઘાત કર્યો હતો. મહિલાને ગંભીર હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મૃત્યુ થતા ભારે ખડભડાટ મચી ગયો હતો. મહિલાએ એસિડ પી આપઘાત કર્યાની ઘટનામાં તેમના પતિ દ્વારા પોલીસના ત્રાસથી કંટાળી મહિલાએ મહિલાએ આપઘાત કર્યાનો આક્ષેપ કર્યો હતો. મહિલાના પતિનો ભાઈ દારૂના કેસમાં સંડોવાયેલો હોય જેને લઇ સીટી એ ડીવીઝન પોલીસના ચાર પોલીસકર્મચારીઓ વારંવાર મહિલાના પરિવારજનોને હેરાન કરતા હોય જેથી કંટાળી મહિલાએ પગલું ભર્યુ હોવાનું મહિલાના પતિ અને પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

- Advertisement -

મહિલાના મૃત્યુ બાદ ગઈકાલે રાત્રિના સમયે મહિલાના પરિવારજનો સહિતના લોકોનું ટોળું એસપી બંગલાએ દોડી ગયું હતું અને પોલીસ કર્મચારીઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની માંગણી સાથે ધરણા કરતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતાં અને આ સમગ્ર મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. લોકોના ટોળાએ એસપી બંગલા બહાર ધરણાં કરતા પોલીસ કાફલો દોડી ગયો હતો અને એસપી બંગલા ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

મહિલાના આપઘાત પ્રકરણમાં એક તરફ પતિ અને પરિવારજનો દ્વારા પોલીસ વિરુધ્ધ આક્ષેપ કરવામાં આવ્યા હતાં. તો બીજી તરફ આ આપઘાત કેસમાં નવો વળાંક આવતા મહિલાની માતા દ્વારા મહિલાના પતિ અને સાસરીયાઓના ત્રાસને કારણે આપઘાત કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૃતક ભારતીબેનના માતા સાદીયા લાખીબેન હરદાસભાઈએ મૃતક મહિલાના પતિ બિપીન સોમાભાઈ ચાવડા, રામીબેન સોમાભાઈ ચાવડા તથા અનિલ સોમાભાઈ ચાવડા વિરૂધ્ધ સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, મૃતક ભારતીબેનને તેના પતિ બિપીન તથા સાસુ રામીબેન અને દિયર અનિલ અવાર-નવાર માનસિક તથા શારીરિક ત્રાસ આપતા હતાં અને બિપીને બે વીઘા જમીન પોતાના નામે કરી આપવાની માંગણી કરી મારકુટ કરતો હતો તેમજ મેણાટોણા મારી દુ:ખ આપી મરવા માટે મજબુર કરી હતી. તેમજ બિપીને ફરિયાદીના દિકરા દિપકને પણ માર મારી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે દુ:ખ સહન ન થતા ભારતીબેને એસિડ પી આપઘાત કર્યો હતો.

- Advertisement -

સીટી એ ના પીએસઆઇ વી.આર. ગામેતીએ મૃતકના માતાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાને લઇ જામનગરમાં ચર્ચા જાગી છે તો બીજી તરફ મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular