Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયશિક્ષક બનવા કરવો પડશે નવો કોર્સ, બીએડ થશે બંધ

શિક્ષક બનવા કરવો પડશે નવો કોર્સ, બીએડ થશે બંધ

- Advertisement -

ભારતમાં એવા કેટલાય લોકો છે, જે શિક્ષક બનીને દેશનું ભાવિ ઘડવાના સપના જોતા હોય છે. જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શિક્ષક બનવા માગે છે, તેમને જો અત્યાર સુધી ખબર ન હોય તો આ પોસ્ટ એમના માટે જ છે. કેમ કે હવે આ પોસ્ટ માટે બીએડની ડિગ્રી જરુર નથી. જો તમે પણ ટીચર બનવાનું સપનું જોતા હોય તો યાદ આ સમાચાર ધ્યાનથી વાંચજો. હકીકતમાં જોઈએ તો, આગામી વર્ષથી ભારતમાં બીએડનો કોર્સ બંધ થવા જઈ રહ્યો છે. તેની જગ્યાએ હવે નવો કોર્સ કરવો પડશે. ત્યારે જતાં તમે શિક્ષક બની શકશો.રાષ્ટ્રીય અધ્યાપક શિક્ષણ પરિષદ એટલે કે એનસીટીઈએ તેને લઈને નોટિફિકેશન જાહેર કર્યું છે. આગામી વર્ષથી ચાર વર્ષ માટે બીએ-બીએડ અને બીએસસી બીએડને બંધ કરવા જઈ રહ્યા છે. તેની જગ્યાએ હવે એકીકૃત શિક્ષક શિક્ષણ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. તેની સાથે સમગ્ર સિલેબસ ચેન્જ કરી દેવામાં આવશે. એટલું જ નહીં, ફક્ત બીએ અને બીએડ કરેલા વિદ્યાર્થીઓ જ નહીં પણ બીકોમ વિદ્યાર્થીઓ પણ આ કોર્સ કરી શકશે. સરકારનો પ્રયત્ન છે કે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત નવા ટીચર્સ તૈયાર કરવામાં આવશે.એનસીટીએ આ વાતને લઈને સૂચના જાહેર કરી છે. તેમાં કહેવાયું છે કે, હાલમાં તો બીએ-બીએડ અને બીએસસી-બીએડ ચાલી રહ્યા છે. તે છેલ્લું છે. આગામી વર્ષ 2025-26થી આ કોર્સમાં નવા એડમિશન નહીં કરવામાં આવે. આગામી વર્ષથી આઈટીઈપી લાગૂ થઈ જશે. તેના માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓને એનસીટીઈની વેબસાઈટ પર જઈને નવા કોર્સ માટે અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તિથિ પાંચ માર્ચ નક્કી કરેલી છે. આ સમાચારને લઈને એજયુકેશનિસ્ટ પ્રોફેસર અશોક ભાર્ગવે લોકોની મૂંઝવણ દૂર કરી છે. તેમણે જણાવ્યું છે કે, હાલમાં ચાર વર્ષવાળા બીએ-બીએડ અને બીએસસી-બીએડનો કોર્સ બંધ કરવામાં આવ્યા છે. જો કે, બે વર્ષવાળા બીએડ કોર્સ હાલમાં પણ ચાલુ રહેશે. 2030 સુધી તે કોર્સ ચાલું રહેશે. ત્યાર બાદ એ જ લોકો સ્કૂલમાં ટીચર બની શકશે, જેણે ચાર વર્ષનો શિક્ષણ પાઠ્યક્રમની ટ્રેનિંગ લીધી હોય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular