જામનગરના નભો મંડળમાં આજે સોમવારે સાંજે સૂર્યાસ્ત પછી એક નવો ધૂમકેતુ દેખાશે. જેનું જામનગર ખગોળ મંડળ દ્વારા નિદર્શન કરવામાં આવશે, અને ટેલિસ્કોપ ના માધ્યમથી ખગોળપ્રેમી માટે જોવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગત 3 જાન્યુઆરી 2021 ના રોજ લિયોનાડઁ દ્વારા શોધાયેલો ધૂમકેતુ હાલમાં જામનગરના આકાશમાં દ્રશ્યમાન થાય છે. આ ધુમકેતુ ફરી આઠ હજાર વર્ષ બાદ પૃથ્વીની મુલાકાતે આવશે.
હાલમાં તે 254000 કી. પ્રતિ કલાક ની ઝડપે સૂર્ય તરફ આવી રહ્યો છે. હાલ માં તે ભૂતેશ તારામંડળની નજદીક થઈ પસાર થઇ રહ્યો છે. 6 ડિસેમ્બર ના રોજ સૂર્યોદય પહેલા 90 મિનિટે સપ્તઋષીના છેલા તારા મારીચ અને વધુ ચમકતા સ્વાતિના તારા પાસે જોવા મળશે તેમજ 17 ડિસેમ્બરના રોજ સાંજના સમયે પશ્ર્ચિમ આકાશમાં શુક્રની નજદીક સૂર્યાસ્ત પહેલા દેખાશે.ત્યારપછી 19 ડિસેમ્બરના રોજ આ ધુમકેતુની પૂંછડી શુક્રના ગૃહમાંથી પસાર થશે. વાતાવરણ સારુ હશે તો ત્યારે પણ ધુમકેતુ જોઇ શકાશે.
આ ધુમકેતુનું નામ કોમેટ લિયોનાર્ડ સી-2021 એ-1 તેના શોધક ના નામ ઉપરથી આપવામાં આવ્યું છે. હવે પછી આ ધુમકેતુ આઠ હજાર વર્ષ બાદ પૃથ્વી ની મુલાકાતે નજીક આવશે. રુના પુંમડા સ્વરૂપનુ ચમકતું માથું અને લીલા કલરની પુછ ધરાવતા આ ધુમકેતુ ને જામનગરના ખગોળ મંડળના અમિત વ્યાસ દ્વારા તેમના ટેલિસ્કોપની મદદથી તા.4 ડિસેમ્બરના રોજ સવારે 5 કલાકે પૂર્વ દિશામાં સ્વાતીના ચમકતા તારા નજદીક શોધી કાઢ્યો છે. હાલમાં + 7.5 માત્રા જેટલો પ્રકાશીત આ ધુમકેતુ પૃથ્વી થી 61635000 કી.મી. દૂર છે. જે ધૂમકેતુને પણ સોમવારે સાંજે ઢીચડા રોડ પર આવેલી તપોવન વિદ્યાલય માં ગોઠવવામાં આવેલા ટેલિસ્કોપ સાથેના કાર્યક્રમમાં નિહાળવા માટે ઉપસ્થિત રહેવા જામનગરના ખગોળ પ્રેમીઓને ખગોળ મંડળ-જામનગરના કિરીટભાઈ શાહ દ્વારા અનુરોધ કરાયો છે.