Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયતહેવારો ટાંણે જ મોંઘવારીએ મ્હોં ફાડયું

તહેવારો ટાંણે જ મોંઘવારીએ મ્હોં ફાડયું

ઘઉં, ચોખા, દાળ, તેલ, ડુંગળી, બટેટા સહિતની ચીજવસ્તુઓમાં બે દિવસમાં પાંચ ટકા સુધીનો ભાવ વધારો : કેન્દ્ર સરકારના રિપોર્ટથી મોંઘવારી સામે ઉભો થયો નવો પડકાર

- Advertisement -

દેશમાં મોંઘવારીનો ભરડો ઢીલો થવાને બદલે વધુને વધુ આકરો થઇ રહ્યો હોય તેમ છેલ્લા બે જ દિવસમાં ઘઉં, ચોખા, દાળ, તેલ અને આટા જેવી તમામ આવશ્યક ચીજવસ્તુઓમાં પાંચ ટકા સુધીનો ભાવવધારો થયો છે. તહેવારોમાં જ સામાન્ય વર્ગને મોંઘવારીનો વધારાનો ડામ લાગતા દેકારો બોલવા લાગ્યો છે અને સરકાર માટે પણ નવો પડકાર સર્જાયો છે.

- Advertisement -

કેન્દ્રના ગ્રાહક બાબતોનાં મંત્રાલયના જ આંકડા પ્રમાણે ચોખાનો સરેરાશ ભાવ 9 ઓક્ટોબરે 37.65 હતો તે 11મીએ વધીને 38.06 થયો છે, ઘઉંનો સરેરાશ ભાવ 30.09થી વધીને 30.97, આટાની કિંમત 35થી વધીને 36.26, બટેટાનો ભાવ પ્રતિ કિલો રૂા. 26.36થી વધીને 28.20, ડુંગળીનો ભાવ રુા. 24.31થી વધીને 27.28, ટમેટાનો ભાવ 43.14થી વધીને 45.97 થયો છે.

આ દરમિયાન ચણા દાળનો ભાવ રૂા. 71.21થી વધીને 74, તુવેર દાળનો ભાવ 110થી વધીને 112, અડદ દાળનો ભાવ 106.53થી વધીને 108.77, મગ દાળનો ભાવ 101.54થી વધીને 103.49, મસૂર દાળનો ભાવ 94.17થી વધીને 95.76 તથા ખાંડનો ભાવ 41.92થી વધીને 42.66 થયો છે. ખાદ્યતેલોના ભાવમાં પણ વૃધ્ધિ થઇ છે. સિંગતેલનો સરેરાશ ભાવ બે જ દિવસમાં 185.62થી વધીને 189, વનસ્પતિ તેલનો ભાવ 145થી વધીને 147.69 તથા સોયા તેલનો ભાવ 147.24થી વધીને 149.56 થયો છે.

- Advertisement -

કેન્દ્ર સરકારના જ રિપોર્ટ પ્રમાણે ડુંગળી-બટેટાથી માંડીને વિવિધ શાકભાજી તથા અનાજથી માંડીને કઠોળ અને ખાંડથી માંડીને ખાદ્યતેલ સુધી તમામ ચીજવસ્તુઓ છેલ્લા બે દિવસ દરમિયાન મોંઘી થઇ છે. ઉતરપ્રદેશ સહિતના અનેક રાજ્યોમાં ચોમાસાની વિદાય વખતના વરસાદને કારણે કૃષિ ક્ષેત્રને વ્યાપક નુકસાન થતા વિવિધ ચીજવસ્તુઓમાં તેજી થઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિદાય વખતે જ ઉતરપ્રદેશ, હરિયાણા જેવા ભાગોમાં ભારે વરસાદ ખાબક્યો હોવાના કારણે એક તરફ તૈયાર માલને મોટુ નુકશાન થયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular