ટાટાકેમ ડીએવી પબ્લિક સ્કુલ દ્વારા ત્રીજા વાર્ષિક બહુપરિમાણિય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17 વિષયોના વર્કિંગ અને નોન વર્કિંગ મોડલ પ્રદર્શન કરવામાં આવ્યા હતાં. નવી શિક્ષણ પદ્ધતિ અનુસાર અને આ માત્ર વિજ્ઞાન પ્રદર્શનની માન્યતાને તોડીને શાળાએ સાબિત કર્યુ છે કે, શાળામાં ભણાવવામાં આવતાં દરેક વિષયમાં દાખલા શકય છે. માત્ર ઈનોવેશનની જરૂર છે. આ પ્રદર્શનનું ઉદઘાટન મુખ્ય અતિથી ટાટા કેમિકલ્સ લિમિટેડના મીઠાપુરના સીએમઓ એન.કામથ અને રજની કામથ દ્વારા કરવામાં આવ્યું હતું.આ તકે મીઠાપુર હોસ્પિટલના હેડ મેડીકલ સર્વિસ ડો. સંજીવ ભટનાગર પણ અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં.
શાળાના આચાર્ય રાજેન્દ્રકુમાર શર્માએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શનમાં 17 વિષયો હતાં એટલે કે અંગે્રજી, હિન્દી, ગણિત, વિજ્ઞાન, સામાજિક અભ્યાસ, સંસ્કૃત, ગુજરાતી, નૈતિક શિક્ષણ, સ્કાઉટ અને ગાઈડ, શારીરિક શિક્ષણ, સંગીત અને કલા તેમજ ક્રાફટ, કોમર્સ, ઈકો કલબ, એલકેજીથી વર્ગ-2, કોમ્પ્યુટર સાઈન્સ વિષયોના વર્કિંગ અને નોન વર્કિંગ મોડેલો પ્રદર્શિત કરવામાં આવ્યાં હતાં. જેમાં 700 વિદ્યાર્થીઓ દ્વારા 360 જેટલા મોડેલ રજૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં દરેક વિષયમાં પ્રથમ ત્રણ સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતાં.
એલકેજીથી ધો.2ના વિદ્યાર્થીઓ પણ તેમના મોડેલ દ્વારા સમાજને પર્યાવરણ અને વૃક્ષોના જતનનો સંદેશ આપ્યો હતો. ગણિતના થ્રિડી પોસ્ટર, સંસ્કૃતમાં સરસ્વતિ વંદના, વિજ્ઞાનમાં હોલો ગ્રામ સહિતના મોડેલોએ વાલીઓ અને મુલાકાતીઓની પ્રસંશા મેળવી હતી.