સોશિયલ મીડીયા પર અવાર-નવાર જુગાડના વિડીયો વાયરલ થતાં હોય છે. ત્યારે જુગાડનો વધુ એક વિડીયો વાયરલ થયો. જેમાં ચાલતી સાયકલે પરિવારને બસમાં ચડાવી દીધા હતાં.
इतनी सही लेंडीग तो अमेरीका की फ्लाईट भी नही कर सकती, ऐसे पायलेट भारत में है! pic.twitter.com/DUwxrUQmv3
— Prof. Sarita Sidh (@profsaritasidh) March 23, 2025

સોશિયલ મીડીયાના એકસ હેન્ડલ પર નામના એકાઉન્ટ @profsaritasidh પરથી આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, એક માણસ સાયકલની મદદથી તેના પરિવારને ચાલતી બસમાં ચઢાવતો જોવા મળે છે. લોકો આ જુગાડ જોઇને આશ્ચર્યચક્તિ થઇ ગયા છે અને માનસિક બુધ્ધિમતાનું ઉત્તમ ઉદાહરણ માની રહ્યા છે. વિડીયોમાં તે પુરુષ પોતાની સાયકલનો ઉપયોગ કરીને મહિલા અને બાળકને બસ સ્ટેન્ડ પહોંચવા માટે સાયકલ ચલાવી રહ્યા હતાં અને તેમને બસમાં ચઢવામાં મદદ કરતો જોઇ શકાય છે. આ પધ્ધતિ જેટલી રસપ્રદ લાગે છે. તેટલી જોખમી પણ છે. ટ્રાફિક નિયમોનુસાર આ રીતે ચાલતી બસમાં ચઢવું જીવલેણ સાબિત થઇ શકે છે. માટે આવા ખતરનાક જુગાડને માત્ર મનોરંજન તરીકે જ નહીં પણ સલામતિના દ્રષ્ટિકોણથી પણ જોવું જોઇએ.