Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સેન્ટ આન્સ સ્કૂલ નજીક મોટરકાર ડિવાઈડર સાથે અથડાઇ

જામનગરમાં સેન્ટ આન્સ સ્કૂલ નજીક મોટરકાર ડિવાઈડર સાથે અથડાઇ

જામનગર શહેરમાં સેન્ટ આન્સ સ્કૂલ નજીક ગઈકાલે મોડી રાત્રે પુરપાટ ઝડપે આવી રહેલી મોટરકાર ડિવાઈડર સાથે અથડાઇ હતી. જેમાં ડિવાઈડર અને મોટરકારમાં નુકસાની પહોંચી હતી. આ અકસ્માત બાદ કારચાલક કાર મૂકી નાશી જતાં પોલીસ દ્વારા કારચાલકની શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનામાં કોઇ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે. મોડી રાત્રીના બનાવ હોય ટ્રાફિક વ્યવહાર ઓછો હોય જેના કારણે મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી. આ અકસ્માતથી ડિવાઈડર પણ તૂટી જવા પામ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular