Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં જાહેરમાં ન્યુસન્સ ફેલાવનારાઓ પાસેથી એક મહિનો માત્ર રૂા. 100...

Video : જામનગરમાં જાહેરમાં ન્યુસન્સ ફેલાવનારાઓ પાસેથી એક મહિનો માત્ર રૂા. 100 ચાર્જ વસુલાશે

સૈનિક ભવન પાસે રેલવે ઓવરબ્રિજ બનાવવા રૂા. 39.64 કરોડના ખર્ચને મંજુરી

- Advertisement -

જામનગર શહેરમાં સમર્પણ સર્કલથી વિજયનગર જકાતનાકા રોડ પર સૈનિક ભવન પાસે રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવવા માટે રૂા. 39.64 કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. જયારે ગંદકી ફેલાવવા અંગે જામ્યુકો દ્વારા વસુલવામાં આવતાં વહિવટી ચાર્જમાં એક માસ માટે ઘટાડો કરવામાં આવ્યો છે.

- Advertisement -

ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં જામનગર શહેરમાં હાલમાં ચાલી રહેલાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાહેરમાં ન્યુસન્સ ફેલાવવા માટે વસુલવામાં આવતો વહિવટી ચાર્જ જેમાં કોમર્શિયલ માટે રૂા. પ00ને બદલે રૂા. 100 તેમજ રહેણાંક વપરાશ માટે રૂા. 200ને બદલે રૂા.100 વસુલવા નિર્ણય કરવામાં આવ્યો છે. ઘટાડેલા ચાર્જ આગામી એક મહિના સુધી અમલમાં રહેશે. જે દરમ્યાન સ્વચ્છતા અંગે આસામીઓ દ્વારા અમલવારી કરવામાં નહીં આવે કે કાળજી રાખવામાં નહીં આવે તો એક મહિના બાદ રાબેતા મુજબ ચાર્જ વસુલવામાં આવશે. ગુરૂવારે યોજાયેલી સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં પેચવર્ક માટે રૂા. 30 લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું. જયારે સિમેન્ટ રોડ, સિમેન્ટ રોડના પેચવર્ક ગટરના કામ વગેરે મળી કુલ રૂા.43.37 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

- Advertisement -

બેઠકમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર કિષ્નાબેન સોઢા, આસી. કમિશનર કોમલબેન પટેલ, જીગ્નેશ ર્નિમલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular