Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજી.જી.હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રિલ યોજાઇ

જી.જી.હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા મોકડ્રિલ યોજાઇ

- Advertisement -

રાજ્યમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં તથા દેશમાં હોસ્પિટલોમાં આગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે જામનગર ખાતે આગના સમયે તકેદારી માટે શું કરી શકાય તે માટે ગઇકાલે ફાયર વિભાગ દ્વારા જી.જી.હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાય હતી.

- Advertisement -

કોરોના મહામારીમાં હોસ્પિટલમાં દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર લઇ રહ્યા છે. આવા સમયે હોસ્પિટલોમાં આગની ઘટનાથી ખૂબ મોટું નુકશાન અને જાનહાનિ થઇ શકે છે. ત્યારે ગઇકાલે જામનગર ફાયર બ્રિગેડ દ્વારા જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ ખાતે મોકડ્રિલ યોજાય હતી. આગના સમયે કઇ રીતે સમય સુચકતા સાથે આગને કાબુમાં લઇ શકાય તે માટે ફાયરના જવાનોએ મોકડ્રિલ યોજી હતી. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓને આગથી બચાવવા સહિતની કાર્યવાહીની ચકાસણી કરાઇ હતી. ફાયર બિગ્રેડ તથા હોસ્પિટલ તંત્રની સર્તકતા ચકાસવા 1 કલાક સુધી મોકડ્રિલ યોજાય હતી. આ તકે જામનગર મહાનગરપાલિકાના કમિશનર સતિષ પટેલ, ચીફ ફાયર ઓફિસર સહિતના મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular