જામનગરમાં પોલીસ હેડકવાર્ટર ખાતે રેપિડ એકશન ફોર્સની મોકડ્રીલ યોજાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, સંવેદનશીલ વિસ્તારો કે શહેરોમાં રેપીડ એકશન ફોર્સ કામગીરી નિભાવે છે. હુલ્લડ, રાયોટીંગ જેવી ઘટનાઓમાં રેપિડ એકશન ફોર્સની કામગીરી મહત્વની રહે છે. ત્યારે જામનગર પોલીસજવાનોને માહિતી અપાઈ હતી. આ મોકડ્રીલમાં રેપિડ એકશન ફોર્સના 100 જેટલા જવાનો જોડાયા હતાં.