જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં મોડડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકા ની ફાયર શાખા દ્વારા શહેરમાં અકસ્માત કે આગ ના બનાવ થી બચવા માટે ફાયર શાખાની ટીમ દ્વારા મોકડ્રીલ અને ટ્રેનિંગ કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવે છે, જેના ભાગરૂપે તાજેતરમાં જામનગરની જી.જી. હોસ્પિટલના કોવિડ -19 વોર્ડમાં અકસ્માત કે આગ ના બનાવવામાં કેવી રીતે જાન – માલ નો બચાવ કરવો તેમ જ તાત્કાલિક ધોરણે દર્દીઓને સમયસર વોર્ડમાંથી કેવી રીતે બહાર ખસેડી આગના બનાવ થી બચાવ કરી શકાય છે, તે અંગેની ફાયર શાખા દ્વારા સાધનો સહિતની મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં ફાયર શાખાના સ્ટાફે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સમગ્ર કામગીરી જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, જામનગર ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇના માર્ગદર્શન મુજબ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડ્યન ની રાહબરી હેઠળ ફાયર શાખાના સ્ટાફે કરી હતી.