Monday, January 12, 2026
Homeરાજ્યહાલારમીઠાપુર નજીક કારની હડફેટે બાઈક ચાલક આધેડનું મૃત્યુ

મીઠાપુર નજીક કારની હડફેટે બાઈક ચાલક આધેડનું મૃત્યુ

મીઠાપુર તાબેના સુરજકરાડી વિસ્તારમાં રહેતા કારાભા મેરૂભા સુમણીયા નામના હિન્દુ વાઘેર આધેડ ગત તારીખ 21 નવેમ્બરના રોજ પોતાના જી.જે. 37 એલ. 4004 નંબરનું મોટરસાયકલ લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે ઉદ્યોગનગર વિસ્તારમાં પૂર ઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 37 જે. 4010 નંબરની સ્વિફ્ટ મોટરકારના ચાલકે કારાભા સુમણીયાના મોટરસાયકલ સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.

- Advertisement -

જેથી બાઈક ચાલક કારાભા સુમણીયાને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. આ અંગે મૃતકના પુત્ર દર્શિલ સુમણીયાની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે સ્વિફ્ટ કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular