Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં આજે મેગા વેકસિનેશન ડ્રાઈવનું આયોજન

જામનગરમાં આજે મેગા વેકસિનેશન ડ્રાઈવનું આયોજન

કોર્પોરેશનને આજે એક દિવસના 11000 ડોઝ ફાળવાયા

- Advertisement -

- Advertisement -

હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવી રહયા છે કોરોનાની મહામારી બહાર નીકળવા માટે કોવીડ રસીકરણ નું ખુબ જ મહત્‍વ છે. ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોએ આ રસી લેવી જોઈએ જેથી કોરોના સામે રક્ષણ મળી શકે. કોવીડ રસીકરણ કરવાથી કોઈ પણ પ્રકારની ગંભીર આડઅસર થતી નથી. આ રસી લેવાથી કોવીડ સામે લડવાની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે. આ રોગપ્રતિકારક શકિત પોતાને તેમજ સમાજને ગંભીર પ્રકારના કોરોના સામે લક્ષણ આપે છે. હાલ સુધીમાં જામનગર કોર્પોરેશનમાં ૩.૬૦, લાખથી વધુ લોકોને રસીકરણ કરવામાં આવેલ છે. તા.૩૧/૦૮/૨૦૨૧ મંગળવારનાં રોજ સમગ્ર જામનગર શહેરમાં કોરોના સુરક્ષાચક્ર સુનિશ્ચીત કરવા ખાસ કોવીશીલ્‍ડ રસીકરણ સુપર મેગા ડ્રાઈવ કરવાનું આયોજન છે. જેમનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ અને જે વ્‍યકિતએ કોવીશીલ્‍ડનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ૮૪ દિવસ પુર્ણ થયેલ હોય તેવા લાભાર્થીઓના બીજા ડોઝ માટે જામનગરમાં શહેરી વિસ્‍તારોને આવરી લેતી કુલ ૩૪ જગ્‍યા એ કોવીડ રસીકરણનું સેશનનું ખાસ આયોજન મહા મંગળવારનાં દિવસે કરેલ છે. આ માટે રાજય સરકાર દ્રારા જામનગર કોર્પોરેશનને એક જ દિવસ માટે ૧૧,૦૦૦ ડોઝની ફાળવણી કરેલ છે. મહાઅભિયાનમાં દરેક વેપારીઓ, દુકાનદારો, લારી ગલ્‍લાઓના માલિકો તથા કામ કરતાં લોકો, શાળા, કોલેજ, કોચિંગ કલાસીસનાં શિક્ષકો તેમજ ધંધા રોજગાર અર્થે જતા તમામ લોકો તેમજ તેમનાં કુટુંબીજનો સહિત સૌ નાગરિકો, સામાજિક સંસ્‍થાઓ, ધાર્મિક સંસ્‍થાઓ, સૌ આગેવાનોને ઉત્‍સાહભેર ભાગ લેવા માટે શહેરી આરોગ્‍ય તંત્ર દ્વારા જણાવાયુ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular