NCC ના 75 વર્ષની શાનદાર ઉજવણી નિમિત્તે 76મા NCC દિવસે જામનગરમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
જામનગરમાં 76 માં એનસીસી દિવસ નિમિત્તે એનસીસી યુનિટ, HDFC ઓપરેશન મેનેજર અને ઈન્ડીયન રેડ ક્રોસ સોસાયટીના સહિયારા પ્રયાસથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રકતદાન કર્યુ હતું. આ તકે એનસીસીના અધિકારીઓ, HDFC ઓપરેશન મેનેજર, ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. તેવું કેપટન પ્રભાન્સુ અવસ્થીની યાદીમાં જણાવાયું છે.